Read Time:59 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સૂત્રાપાડાના નાગરિકોનું આરોગ્ય સ્વસ્થ્ય રહે એવા સંદેશા સાથે નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલ તથા પંચવટી સ્કૂલ ખાતે નાટકના માધ્યમથી સ્વચ્છતા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સૂત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરૂપે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોચાડવા નગરપાલિકા હોલ તેમજ પંચવટી સ્કૂલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકમાં કલાકારો દ્વારા જ્યાં ત્યાં કચરો ના ફેંકવા, ગંદકી ન કરવા, ભીનો અને સૂકો અલગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા સંદેશો આપ્યો હતો.

