ગુજરાત ભૂમિ, રાજકોટ
ભારત સરકારના અર્બન આઉટકમ મિશન ૨૦૨૨ અંતર્ગત સિટિઝન પરસેપ્શન સર્વેનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે વેબસાઈટના માધ્યમથી હાથ ધરવામાં આવેલ છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
તેમણે વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે.
આ સર્વેના પરિણામો ભવિષ્યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ સર્વેમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ ચોક્કસપણે સચોટ આપવા તમામ શહેરીજનોને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
આ સર્વેમાં ભાગ લેવા માટે નાગરિકો પોતાના મોબાઈલ ફોન વડે ક્યુઆર કોડ સ્કેન કરી અથવા વેબસાઈટ https://eol2022.org/CitizenFeedback પર જઈ પોતાનું શહેર કેવું લાગે તે અંગેનો પોતાનો અભિપ્રાય આપી શકશે. ત્યારબાદ નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાનો યુએલબી (ULB) કોડ 802501 એન્ટર કરવાનો રહેશે. આ સર્વે તા. ૩૧-૦૧-૨૦૨૩ સુધી ચાલશે.