છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણ પો.સ્ટે. ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપી તથા ચોરીમાં ગયેલ હીરો એચ.એફ. ડિલક્ષ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો 

Views: 113
0 0

Read Time:3 Minute, 11 Second

ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર 

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણ પો.સ્ટે. ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપી તથા ચોરીમાં ગયેલ હીરો એચ.એફ. ડિલક્ષ મો.સા.કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો. સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે આધારે વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પો.સ.ઇ. એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ચોરીની હીરો એચએફ.ડીલક્ષ મો.સા. લઇને મધ્યપ્રદેશ રાજ્યના પ્રતાપપુરા ગામ તરફથી ગુજરાત રાજ્યના મોટારામપુરા ગામ તરફ આવી રહેલ છે. જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો મોટારામપુરા ગામે વોચનાકા બંધી કરી બાતમી મુજબના વર્ણન વાળી મોટર સાયકલ તથા આરોપી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી વાહન અંગે ખાત્રી તપાસ કરતા વાહન ચોરી અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી અંગે સને ૨૦૧૯ ના વર્ષમાં ગુનો નોંધાયેલ હોય જેથી મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦/- ની ગણી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને કરજણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે. પકડાયેલ ઈસમનું નામ સરનામું: જાનીયાભાઇ માંદરીયાભાઇ ડાવર રહે પ્રતાપપુરા હોળી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર એમ.પી., રીકરવ કરેલ મુદ્દામાલ, હીરો એચ.એફ.ડીલક્ષ મો.સા. સાચો રજી નં. GJ-34-E-2312, શોધાયેલ વાહન ચોરીના ગુનાની વિગત B.3.30,000/-, વડોદરા ગ્રામ્ય કરજણ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૭૬/ર૦૧૯ ઇ.પી.કો. ૩૭૯

રિપોર્ટર : જિયાઉલ મકરાણી, છોટાઉદેપુર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *