Read Time:1 Minute, 15 Second
ભાવનગર
શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીની હંગામી ધોરણે નિમણૂંક કરવાની કાર્યવાહી કરવા સરકારના ગૃહ વિભાગ તરફથી રચવામાં આવેલ ટાસ્ક ફોર્સની તા.૧૭/૦૧/૨૦૨૩ ની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે. સબબ, સનાતન વૈદિક ધર્મ અનુસાર શિવપુજાના જાણકાર પુજારીશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. નિલકંઠ મહાદેવ મંદિર શેત્રુંજય ગીરીરાજ ઉપર દૈનિક ધોરણે પુજા કરવા ઈચ્છુક વ્યક્તિઓએ તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં પોતાના ફોટોગ્રાફ સહિતના બાયોડેટા સાથેની અરજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણાની કચેરી ખાતે રજુ કરવાની રહેશે, તા .૨૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ સાંજના ૦૬:૧૦ કલાક બાદ રજુ થયેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.