ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
“બેટી બચાવો, બેટી પઢાવો ” અભિયાનને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે ૨૨ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૨૨ જાન્યુઆરીથી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી થીમ આધારિત વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની
શબાના સ્કૂલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો ” અંતર્ગત મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી.
દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગતની વિશદ્ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ પ્રકારની મહિલાલક્ષી યોજનાઓ વિશે વિદ્યાર્થીનીઓને માહિતી સાથે મહિલાઓની સુરક્ષા સંબંધી અને વિમેન એમ્પાવરમેન્ટ વિશે માર્ગદર્શન અપાયું હતું.
![](https://hindnews.in/wp-content/uploads/2025/01/Story-1-Jagruti-rally-3.jpeg)
શબાના સ્કૂલથી મહિલા જાગૃતિ રેલીનું પ્રસ્થાન તેમજ સિગ્નેચર ડ્રાઈવ અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. “બેટી બચાવો, બેટી પઢાઓ”ના નારાઓ સાથે સીટી પોલીસ સ્ટેશન પાટણ દરવાજા સુધી રેલી યોજાઈ હતી.
સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ગૌસ્વામી દ્વારા રેલીમાં જોડાયેલી દરેક દીકરીઓને મહિલાની સુરક્ષા સબંધિત માહિતી તેમજ શિક્ષણ મેળવી ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રમાં આગળ વધી નામના મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વૂમન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન કર્મચારીઓ તેમજ શબાના સ્કૂલના વિદ્યાર્થિનીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.