ગુજરાત ભૂમિ, ભાવનગર
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા આયોજિત પ્રાથમિક તથા માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ ટેકનોલોજી અને રમકડાની થીમ પર તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લાનાં શિહોરનાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે યોજાશે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના મધ્યમ દ્વારા ભાવનગર જિલ્લાનાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ વિષયમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરનાં બાળ વૈજ્ઞાનિકો ભાગ લેશે.
કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ઉદ્ઘાટક લોકભારતી સણોસરાનાં વૈજ્ઞાનિક ડો. અરૂણભાઈ દવે, તેમજ મુખ્ય મહેમાન જિલ્લા કલેકટર ડી.કે.પારેખ, ડી.ડી.ઓ. ડો. પ્રશાંત જિલોવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રદર્શન તા. ૧૮ જાન્યુઆરીનાં રોજ બપોરે ૧૧.૩૦ થી ૫, તા. ૧૯ જાન્યુઆરીનાં રોજ સવારે ૮ થી બપોરના ૧૨.૩૦ સુધી યોજાશે.