0
0
Read Time:1 Minute, 2 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષે કચેરી દ્વારા બાગાયતની સહાય યોજનાઓમાં પૂર્વ મંજૂરી આપેલી હોય એવા ખેડૂતોએ સહાય માટે જરૂરી સાધનિક કાગળો સાથે બીલ ફાઇલ તા.૦૧/૦૨/૨૦૨૩ સુધીમાં જમા કરવાની રહેશે. આ માટે જિલ્લાના બાગાયતદાર ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધી શકશે.
૦૧/૦૨/૨૦૧૩ બાદ આવેલા બીલ દરખાસ્ત ફાઇલે કરવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાને લઇ ખેડૂતોએ વહેલી તકે બીલ ફાઇલ જમાં કરાવવા બાગાયત કચેરી, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.