ગુજરાત ભૂમિ, બોટાદ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ઉજળી તક પૂરી પાડવામાં આવી છે. ગ્રામીણ કોટા એક્સેસ બેંક લીમીટેડ એકમ માટે ટ્રેઈની, કેન્દ્ર મેનેજર તથા ફિલ્ડ મેનેજરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજાશે. ૧૯થી ૨૯ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandhan.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.