Read Time:1 Minute, 14 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગુજરાત સરકારનાં કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ– ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટી થી બેટ દ્રારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસિકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C-1/2, અને C 1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.