ગીર સોમનાથ જિલ્લામાં દ્રિ ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે

ગીર સોમનાથ જિલ્લામાં દ્રિ ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે
Views: 54
0 0

Read Time:2 Minute, 46 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

          જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ ચક્રિય વાહનોની ચાલુ સિરીઝ GJ32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હિલર વાહનોની ચાલુ સીરિઝ GJ32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.૨૪/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ  તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી ૨૮/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી કરી શકાશે.

શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો સહિતની વિગતવાર સુચનાઓ આપેલ છે.

વાહન ખરીદીના 7(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫(પાંચ) દિવસમાં નાણા જમા કરાવના રહેશે. અરજદાર જો નિયત સમયમાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ રકમ(Base Price) ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમ્યાન ચુકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવવાના રહેશે.

હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેઓની મૂળ રકમ તેઓએ જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ ,ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ માધ્યમથી નાણા, અરજદારને જે તે ખાતામાં S.B.I. E-PAY દ્વારા  કચેરીથી પરત કરવામાં આવશે.

ઓનલાઈન ઈ-હરાજી ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની રહેશે. અને વાહન ખરીદીના ૬૦ દિવસ અંતર્ગત જ આ હરાજીમાં ભાગ લઇ શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *