ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી અં.૧૪-ભાઇઓ/બહેનો અને અં.૧૯માં ભાઇઓ માટે સોમનાથ બીચ ખાતે સ્પર્ધા યોજાશે.
રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત રાજયકક્ષા શાળાકીય (SGFI) બીચ વોલીબોલ અં.૧૪ માટે ભાઇઓ/બહેનો અને અં-૧૯ માટે ભાઈઓની સ્પર્ધા તા.૨૮/૧૨/૨૦૨૪ થી તા.૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે ગીર સોમનાથ ખાતે યોજાશે.
આ સ્પર્ધામાં રાજયમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવશે. જેમાં રાજયકક્ષા SGFI બીચ વોલીબોલ અં-૧૪ ભાઇઓ/બહેનો માટે સ્પર્ધા સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે. રાજયકક્ષા SGFI બીચ વોલીબોલ અં-૧૯ ભાઇઓ માટે સ્પર્ધા સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે ગીર સોમનાથ ખાતે તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી સવારે ૭:૩૦ કલાકેથી શરુ થશે.
