Read Time:1 Minute, 5 Second
ગુજરાત ભૂમિ, સુરત
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા તા.૨૧મી ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતીના અધ્યાપક અને યોગ ટ્રેનર પ્રા. ગણેશભાઈ વસાવા દ્વારા ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે પ્રાણાયામ, ઓમકાર સાથે જીવનમાં ધ્યાન વિશે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં બીએ/બીએસસીના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોલેજના આચાર્યા ડૉ.અનિલાબેન પટેલના માર્ગદર્શન અને એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.
