ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ૯૫૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ૯૫૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવી
Views: 2
0 0

Read Time:1 Minute, 45 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

          ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં કુલ ૯૪,૫૧૩ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, ધાણા, શેરડી, ડુંગળી અને ઘાસચારા પાકોનું વાવેતર થયું છે. જિલ્લાના ખેડૂતોને વાવેતર કરેલ જુદા જુદા પાકો માટે પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તે અંગે નિયમિત રીતે ઉત્પાદક કંપનીઓ અને વિતરક સંસ્થાઓ સાથે સંકલન કરી તમામ ખેડૂતોને ખાતર મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે ચાલુ રવિ સિઝનમાં ૧૫મી ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદા-જુદા વિક્રેતાઓને ત્યાં ૯૫૦૦ મેટ્રિક ટન (૨,૧૧,૦૦૦ બેગ) યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં પણ ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે અંગે જિલ્લાના સપ્લાય પ્લાન મુજબ ખાતર પૂરું પાડવામાં આવશે. જેનું સુનિયોજીત આયોજન કરવામાં આવ્યું છે . જેથી જિલ્લાના દરેક ખેડૂતોને યુરીયા ખાતર નહી મળે તેવી ખોટી અફવાઓ તરફ ધ્યાન ન રાખતાં ખાતરનો બીનજરૂરી સંગ્રહ ન કરવો અને જરૂરીયાત પૂરતું ખાતર ખરીદ કરવા કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)-ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *