રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા સબબ જાહેરનામું પ્રસિદ્ધ

રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા સબબ જાહેરનામું પ્રસિદ્ધ
Views: 2
0 0

Read Time:4 Minute, 3 Second

ગુજરાત ભૂમિ, વેરાવળ

            ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બિલ્ડીંગ કંડકટરઓ અસામાજીક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરે તે અનુસાર તેમજ આ પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે પરીક્ષાર્થીઓના ભાવી ઉપર અસર ન પડે તે માટે કોપીરાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈગ મશીન દ્વારા ન થાય તથા તે પરીક્ષાખંડમાં ન પહોંચે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાએ ગુજરાત રાજય સેવા આયોગે નકકી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ સવારના ૧૦:૦૦ થી બપોરના ૧૪:૦૦ કલાક સુધી નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

(૧) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા
વધારે લોકોએ એકઠા થવું નહી.
(૨) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા સ્થળે ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઈટ
કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઇંગ મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહી.
(૩) પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના
સરકારી સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય
પહોંચે તેવુ કૃત્ય કરવુ નહી. તેમજ ઈલેટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, પેજર, કેલ્કયુલેટર વગેરે તથા
પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહી કે તેનુ વહન કરવુ નહીં કે કરવા મદદગારી કરવી નહી અને
તેવી કોઈ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહી.
(૪) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત
વ્યકિતએ પ્રવેશ કરવો નહી.
(૫) પરીક્ષા ખંડમાં શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યકિત અથવા પરીક્ષાર્થી જાતે
પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને
ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવુ કૃત્ય કરવુ નહી.
( ૬) પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક
સાધનોનો ઉપયોગ કરવો નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *