Read Time:1 Minute, 22 Second
ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા હતા. જેને દુરસ્તી કામ કરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં આ ગામો પાસે વધુ પડતું પાણી ભરાવાથી ઓવરટોપિંગ થયેલ છે. જેથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જેમાં નાપા (ત) ખાજીયાવાડી વિસ્તાર રોડ,દેવા ભળકડ રોડ, પાંદડ કોઝવેથી મીતલી રોડ, મોરજ ચિખલીયા રોડ, રાવપુરા સેવરાપુરા રોડ બંધ કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત દ્વારા જણાવ્યું છે.
જ્યારે માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ ના કાર્યપાલક ઇજનેરનાં જણાવ્યા મુજબ જિલ્લાનો માત્ર ૦૧ સ્ટેટ હસ્તક નો રસ્તો બંધ છે, જેમાં રસ્તા ઉપર હજી પણ પાણી હોવાથી આ રસ્તો બોરસદ- અલારસા- કોસીન્દ્રા- આંકલાવ રોડ બંધ હોવાનું જણાવ્યું છે.