ગુજરાત ભૂમિ, અંબાજી
શક્તિપીઠ અંબાજી 51 શક્તિ પીઠ માનું એક શક્તિ પીઠ છે કે જ્યાં હજારો માઈ ભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે અંબાજી ખાતે અવાર નવાર માઈ ભક્તો દ્વારા સોના નુ દાન આપતાં હોય છે અને પોતાનું જાહેર કરી પ્રસિદ્ધિ મેળવતા હોય છે ત્યારે ભાદરવી પૂનમનો મહા મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે મંદિર ના ભેટ ભંડારા માંથી દાન ની ગણતરી કરતી વખતે ચુંદડી માં બાંધેલા સોનાના દસ બિસ્કીટ મળી આવ્યા. કોઈ માઈ ભક્ત દ્વારા આ ગુપ્ત દાન કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિરનું શિખર પણ સુવર્ણમય છે ત્યારે આ સોનાનો ઉપયોગ સુવર્ણ કળશ માટે લેવાશે. માં ના ભક્તો ઘણીવાર ગુપ્ત દાન કરતા હોય છે ત્યારે આજે દાન નાં ભંડારા ની ગણતરી કરતી વખતે લાખ, દસ લાખ કે પચાસ લાખ નઈ પરંતુ એક કરોડ રૂપિયા ની આસ પાસ સોનુ ગુપ્ત દાનમાં આજે ભેટ નાં ભંડારા માથી મળી આવ્યું છે.
રિપોર્ટર : વિમલ જોશી, અંબાજી