હિન્દ ન્યુઝ, વેરાવળ
વેરાવળ-પાટણ શહેર મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા ફરસાણ વિતરણ કરી સાતમ આઠમના તહેવારની હર્ષોલ્લાસ સાથે કરેલ.
તારીખ 25/8/2024 ના રોજ સાતમ આઠમના તહેવાર નિમિત્તે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયાના પિતા કાનજીભાઈ ખીમજીભાઇ કુસકીયા તથા માતા નિમુબેન કાનજીભાઈ કુસકીયા તરફથી આપવામાં આવેલ. ફરસાણનું વિતરણ વેરાવળ- પાટણ ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બહેનોના ડિલિવરી વોર્ડ તેમજ જનરલ વોર્ડમાં દર્દીઓને સાતમ આઠમના તહેવાર નિમિત્તે ફરસાણ વિતરણ કરી સાતમ આઠમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલ. જેમાં ભાજપ મહિલા મોરચાના બહેનો સવિતાબેન મહેતા, રેખાબેન શાહ, ચંદ્રિકાબેન નિમાવત, જ્યોત્સનાબેન ટાક, વીજયાબેન ડોડીયા, ભાનુબેન તોતિયા, પાર્વતીબેન મહેતા, જિજ્ઞાસાબેન રાવલ, ઇલાબેન વૈષ્ણવ, ધનકુવરબેન, જીવતીબેન વઢવાણા, જયાબેન ડાલકી, રમાબેન વાદરવાલા, કેસરબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.