ગુજરાત ભૂમિ, મોરબી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી…
જન્માષ્ટમી મહોત્સવ લખઘીરવાસ ચોક, તેમજ ગ્રનચોકમાં, મોરબીના લખઘીરવાસ ચોક ખાતે રોકડીયા હનુમાનજી મંદિર પાસે તેમજ ગ્રીનચોક ખાતે આયોજીન દર વર્ષેની જેમ આ વર્ષે પણ અર્જુન સેના દ્વારા મટકી ફોડ કાયૅક્રમ, નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી …જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા, સંસ્કૃતિક કાયૅક્રમ સહિતના અનેક કાયક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ-ગરબા નો કાયક્રમોનુ આયોજન લખઘીરવાસ ચોક અને ગ્રીનચોક ખાતે રાખવામાં આવ્યું છે. કાયક્રમની રૂપ-રેખાઓ આ પ્રમાણે રાખવામાં આવી છે. લખઘીરવાસ ચોક ખાતે બપોરે ૧૧ થી ૧૨ વાગ્યે તેમજ સાંજે ૮ થી ૧૨ વાગ્યા સુધી અને દિવસમાં બપોરે ૧૨ વાગ્યાના ટકોરે લખઘીરવાસ ચોક ખાતે મટકી ફોડ કાયૅક્રમ રાખેલ છે. રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ગ્રીનચોક ખાતે જન્માષ્ટમી ઉજવણીમાં સામેલ થવા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આયોજક : અજૅન સેના મિત્ર મંડળ ; સ્થળ : લખઘીરવાસ ચોક ખાતે રોકડીયા હનુમાનજી મંદિર પાસે
રિપોર્ટર : પિયુષ વાઢારા, મોરબી