1
0
Read Time:1 Minute, 4 Second
ગુજરાત ભૂમિ, નવસારી
નવસારી જિલ્લામાં રાજન સિનેમા ની આગળ ઈટાડવાથી ગણદેવી રોડ પર વિશાલ નગર સોસાયટીમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ ના વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું. વિશાલ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ નો પ્રશ્ન રહ્યો હતો તેને ધ્યાનમાં લઈને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ મિત્તલબેન, નગરપાલિકા ચીફ ઓફિસર જય વસાવા, નગરપાલિકા કોર્પોરેટર પરેશ દેસાઈ અને નવસારી જિલ્લા ભાજપ વોર્ડના પ્રમુખ પરેશભાઈ કાસુન્દ્રા મળીને વિશાલ નગર સોસાયટીમાં લોકોના પ્રશ્નને ઉકેલ લાવવા માટે જાહેર મીટીંગ કરીને વિશાલ નગરમાં રસ્તા અને ડ્રેનેજલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું.
રિપોર્ટર : વાહજી પટેલ, નવસારી