ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી ) / બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, છોટાઉદેપુર બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત (FLCC) ફાઇનાન્સિયલ લીટરસી સેન્ટર ધ્વારા નાણાકીય સાક્ષરતાના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ (કેમ્પ)નું આયોજન તા. ૨૬/૦૨/૨૦૨૪ થી તા. ૦૧/૦૩/૨૦૨૪ સુધી કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેન્ક ધ્વારા દર વર્ષે આર્થિક સાક્ષરતા સપ્તાહ ની ઉજવણી કરવા માં આવે છે આ ઉજવણી દરમિયાન ભારતીય રિઝર્વ બેન્ક અલગ અલગ સંદેશ લોકો સુધી પહોંચે એના માટે કાર્યક્રમનું આયોજન કરે છે. આ વખતનો મુખ્ય સંદેશ “કરો યોગ્ય શરૂવાત બનો ફાઇનાન્સિયલ સ્માર્ટ” નો હતો, પેટા સંદેશ તરીકે ત્રણ સંદેશા આ પ્રમાણે હતા. ૧. ચક્રવૃદ્ધિની બચત શક્તિ ૨. વિધ્યાર્થી માટે બેંકિંગ આવશ્યકતાઓ ૩, સુરક્ષિત ડિજિટલ અને સાઇબર બેકિંગ- આ સંદેશાઓની જાગૃતિ ફેલાવવા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં અવેરનેસ કેમ્પેન યોજવામાં આવ્યા. જેમાં સંખેડા તાલુકાના ભાટપુર, નસવાડી તાલુકાના કાટકૂવા કવાંટ તાલુકાના કાનબેડા, છોટાઉદેપુર તાલુકાના ધંધોડા, પાવી- જેતપુર તાલુકાના પાવી જેતપુર નર્સિંગ-કોલેજ અને સિથોલ હાઈસ્કૂલ, બોડેલી તાલુકાના નવા ટિંબરવા ગામે આ વિષયને લઈને જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) શ્રી પિનાકીન ભટ્ટ છોટાઉદેપુર, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી) તથા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, છોટાઉદેપુરના નિયામક રાહુલ જોષી અને (FLCC) ફાઇનાન્સિયલ લીટરસી સેન્ટરના કાઉન્સેલર શ્રીમુકેશ પરમાર ધ્વારા સંદેશાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. નાણાકીય જાગૃતિના ભાગ રૂપે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ કોલેજના વિધ્યાર્થીઓ સખી મંડળના બહેનો અને ખેડૂતોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવેલ હતા. આવા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, ખેડૂતો, બહેનો અને સામાન્ય જનતાને બેન્કિંગ સેવાઓ, ડીજીટલ બેન્કિંગ, બચતના ફાયદાઓ જેવી જાણકારી મેળવી હતી. આવા પ્રકારના પ્રોગ્રામ ભારતીય રીઝર્વ બેંક દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. પ્રસ્તુત વિગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી)/બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.