ગુજરાત ભૂમિ, નવસારી
નવસારી જિલ્લામાં શ્રી યોગી વેદાંત સમિતિ નવસારી દ્વારા સંત શ્રી આશારામ બાપુ ના તંદુરસ્ત તબિયત ને કારણે વહેલી મુક્તિ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું. ખોટા અને બનાવટી કેસોમાં છેલ્લા 11 વર્ષથી રાજસ્થાન જોધપુર જેલમાં બંધ આસારામ બાપુ હાલમાં બીમારીથી પીડાઈ રહ્યા છે તેમની તબિયત ખૂબ જ ગંભીર હોય તેના લીધે યોગ્ય સારવાર મળે તે માટે જેલમાંથી વહેલા મુક્ત કરવા માટે તેમના ભક્તો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. ભારતીય સનાતન સંસ્કૃતિની રક્ષા લાખો હિંદુ ભાઈઓ બહેનો ધર્મ પરિવર્તન થતાં અટકાવવા સહિત ઘણી સેવાઓ આસારામ બાપુએ કરી છે. જો ભારતમાં આતંકવાદી ને માનવ અધિકારનું ધ્યાન રાખવામાં આવતું હોય આ 86 વર્ષથી નિર્દોષ ને જેલવાસ શા માટે તેવા પ્રશ્નોના જવાબ માટે નવસારી જિલ્લા કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું.
રિપોર્ટર : વાહજી પટેલ, નવસારી