ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને મળેલ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરતા તબીબ ડો. એમ.સી.શાહ સ્મિતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા વિરુધ્ધની ફરીયાદ અરજી અન્વયે સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપવાના હેતુથી ધટતી જતી દીકરીઓની સંખ્યા અન્વયેની ચિંતા વ્યકત કરતા પીસીએન્ડ પીએનડીટી એકટની અમલવારી માટે સીડીએચઓ દ્રારા ડો. જીગર કાકડીયા ટીએચઓ-શિહોરને નિયમાનુંસાર કાર્યવાહી કરવા અધિકૃત કરેલ હતા.
આમ, તેઓએ સ્મીતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા ખાતે ગયા હતા. જેમાં કલીનીક ખાતેથી એક દંપતીની શંકાસ્પદ વર્તણુકને આધારે ટીએચઓ-શિહોર અને તેની ટીમ તથા જીલ્લાના સ્ટાફે તપાસની કામગીરી શરુ કરેલ હતી. જેની તપાસના અંતે કલીનીક ખાતેથી ર(બે) અગાઉના સીલબંધ સોનોગ્રાફી મશીન સહીત એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન ઝડપાયેલ હતુ. આમ, આ તબીબના અગાઉના બે મશીન સીલ હોય તેઓના વિરુધ્ધ કોર્ટ કેસ ચાલતો હોય તેઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ હોવા છતા તબીબ ડો. એમ.સી.શાહ દ્રારા સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ, તેઓ પીસી એન્ડ પીએનડીટી એકટની કલમનો ભંગ થતો હોય કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવા સારુ સોનોગ્રાફી મશીન સીલ કરી જપ્ત કરેલ છે