ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની દરખાસ્તને આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર HSC-SSC (સામ-/વિજ્ઞાન) પરીક્ષા માર્ચ-૨૦૨૪ માટે તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨ સુધી કુલ-૫૬ પરીક્ષા સ્થળો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ ગેરરીતિઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ-૧૪૪ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. SSC-HSC (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા માર્ચ – ૨૦૨૪ માટેના પરીક્ષા કેન્દ્રોની વિગતો નીચે પ્રમાણે છે.
છોટાઉદેપુર: એસ.એફ. હાઈસ્કૂલ, યુનિટ-૧-૨, ડોન બોસ્કો હાઈસ્કૂલ, ઈકબાલ હાઈસ્કૂલ, શ્રીમતી મણીબેન પટેલ કન્યા વિદ્યાલય, સ્ત્રી અધ્યાપન મંદિર, નારાયણ વિદ્યાલય, સનરાઈઝ ઈગ્લિશ મીડિયમ સ્કુલ, યુનાઈટેડ પબ્લીક સ્કૂલ, એ.એન. પંચોલી હાઈસ્કુલ, તેજગઢ, યુનિટ-૧-૨, આદર્શ નિવાસી શાળા(કુમાર), તેજગઢ, EMRS સ્કુલ, પુનિયાવાંટ.
કવાંટ: શ્રી કવાટ ઈંગ્લિશ હાઈસ્કુલ, કવાંટ, યુનિટ-૧-૨, તાલુકા પ્રાથમિક શાળા નં. ૧, કવાંટ, ડોન બોસ્કો હાઈસ્કુલ, કવાંટ, મોડેલ સ્કુલ ગોજારીયા, યુનિટ ૧-૨, મા અમરત બા ભગત રકુલ ચલામલી, યુનિટ ૧-૨.
સંખેડા: ડી બી પારેખ સ્કુલ. સંખેડા યુનિટ ૧-૨, શ્રી LHH&JMT સાર્વજનિક કન્યા વિદ્યાલય, સખેડા.
બોડેલી: નવજીવન હાઈસ્કુલ, ખત્રી વિદ્યાલય, બોડેલી, શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કુલ, યુનિટ ૧-૨, શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કુલ (ન્યુ બિલ્ડિંગ), માય શાનૈન સ્કુલ (નવજીવન કેમ્પસ), શિવભારતી ઈંગ્લિશ મિડીયમ સ્કુલ.
પાવીજેતપુર: શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, યુનિટ ૧-૨-૩, આદીવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી, યુનિટ ૧-૨, શ્રી ભીખાપુરા આદીવાસી સા. હાઈસ્કુલ, યુનિટ ૧-૨, હરીઓમ વિદ્યામંદિર, ભીખાપુરા,
નસવાડી: શ્રીમતી એસ. બી સોલંકી વિદ્યામંદિર, યુનિટ ૧-૨, શ્રીમતી એસ. બી સોલંકી વિદ્યામંદિર, નસવાડી (અં.મા.) પબ્લિક પ્રાયમરી ઈંગ્લીશ મિડીયમ સ્કુલ, નસવાડી, આદર્શ નિવાસી કુમાર શાળા, નસવાડી, શ્રી ગાયત્રી વિદ્યામંદિર, ધામસિયા, મદની સ્કુલ, નસવાડી, શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઝોઝ, સરકારી માધ્યમિક શાળા, ઓડ, શ્રીમતિ એ. બી. પટેલ વિદ્યાલય, કાશીપુરા, શ્રી ટી. વી. વિદ્યાલય, કોસીન્દ્રા, સાર્વજનિક હાઈસ્કુલ, ભાટપુર, સ્વ. એસ. એલ. સુરતી વિદ્યાલય, ગઢ બોરીયાદ, શ્રીમતિ ઝેડ. ટી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, તણખલા યુ યુનિટ ૧-૨, શ્રી ડી. એસ. હાઈસ્કૂલ, બહાદરપુર, યુનિટ ૧-૨, શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ.ઉપર મુજબના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે, તે માટે તેમજ પરીક્ષાના મુક્ત, સ્થાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા માટે જાહેર હિતમાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર શ્રી અનિલ ધામેલિયા (આઈ.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
છોટાઉદેપુર જિલ્લામાં HSC-SSC (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા યોજાનાર પરીક્ષા કેન્દ્રો (૧) પરીક્ષા ખંડની અંદર તથા ચારેય બાજુ ૧૦૦ મીટર વિસ્તારમાં કોઈ જાહેર કે ખાનગી સ્થળે કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેશ ફોન, મોબાઈલ ફોન વિગેરે લઈ જવા ઉપર, (૨) ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા તથા (૩) પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ બિનજરૂરી એકત્રીત થશે નહિ. કેન્દ્રોમાં પ્રવેશ કરશે નહિ કે વાહન લઈ જશે કે આવશે નહિ તેમજ (૪) પરીક્ષા સ્થળોની આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.