0
0
Read Time:53 Second
ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નિવાસી અધિક કલેકટરની કમોસમી વરસાદની આગાહીને લઈને એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જે યાદી પ્રમાણે તા.૧ અને ૨ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલા પાકો તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને નુકસાન ન થાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા ખેતીના પાકો પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્રને સુચના આપી હતી.