ગુજરાત ભૂમિ, ભાવનગર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૫ ફેબ્રુઆરી રવિવારના રોજ ખોડીયાર મંદિર પરિસર – રાજપરા તા.શિહોર જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ પરસોત્તમભાઈ સોલંકી, મંત્રી, મત્સ્યોધોગ અને પશુપાલન (રાજ્યકક્ષા) ગુજરાત રાજ્ય તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સુ. રૈયાબેન મિયાણી, ભાવનગર સંસદ સભ્ય ડૉ.ભારતીબેન શિયાળ, ભાવનગર પશ્વિમ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વ ધારાસભ્ય સુ. સેજલબેન પંડ્યા, પાલિતાણા ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ગારિયાધાર ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, ગઢડા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ આ કાર્યક્રમમાં ભાવનગર સ્ટેટ ના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ, તથા અન્ય પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ જેમ કે, માતાજીની દેવીસ્તુતિ, મિશ્ર રાસ, ઢાલ તલવાર રાસ, ટિપ્પણી નૃત્ય, ગરબો, ગોફ ગુંથણ જેવી કૃતિઓ અલગ-અલગ કલાવૃંદોની ટીમો રજૂ કરશે તથા આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાશે જેમાં પ્રસિધ્ધ લોકડાયરા કલાકાર યોગેશ ગઢવી પોતાના કંઠથી લોકોને સાહિત્ય અને લોકસાહિત્ય નું રસપાન કરાવશે. આ આખા કાર્યક્રમના સૂત્રધાર (ઉદઘોષક) મિતુલ રાવલ રહેશે. તો આ કાર્યક્રમમાં ભાવનગરની જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.