ગુજરાત ભૂમિ, જામનગર
શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર ખાતે ડીન ડો.નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો.વિજય પોપટનાં માર્ગદર્શન હેઠળ “સ્પોર્ટ્સ ફેલીસીટેશન ફીએસ્ટા ૨૦૨૪” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવેલ.સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ દ્વારા ૧૦ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમાં અંદાજે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક સુવર્ણ તથા પાંચ કાંસ્ય પદક મેળવેલ તથા ૭ વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી (નેશનલ) માટે પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ, જે બદલ આ સૌ વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.વિદ્યાર્થીઓમાં રમત-ગમતનું મહત્વ વધે તથા તેઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયાસો સાથે આગળ વધવા ડીન તથા ફેકલ્ટી ડીન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવેલ. તથા સાંસદ પુનમબેન માડમે પણ શુભેચ્છા સંદેશ મારફત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે કરશન ઘાવરી, અરવિંદ પુજારા, ACP કેતન પારેખ, જયપાલસિંહ જાડેજા, નરેન્દ્ર રાયઠઠા, સહદેવસિંહ ચુડાસમા, ચંદ્રશેખર બક્ષી, ચંદુભાઈ વાઘેલા, જય શુક્લા, નરેન્દ્ર, ભુપેન્દ્ર બકરાણીયા વગેરેની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયેલ.