“નંદ ધેર આનંદ ભયો જય કનૈયાલાલ કી…” મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે હષોંલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે દિવસ દરમ્યાન લખધીરવાસ ચોક ખાતે રોકડી હનુમાનજી મંદિર પાસે આવેલા અજુઁન સેના મિત્ર મંડળ દ્વારા મટકીફોડ અખાડા પ્રદશૅન સાથે ઊજવણી કરાય ત્યારે ગ્રીનચોક ટાવર ચોક ખાતે રાત્રીના સમયે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
ગુજરાત ભૂમિ, મોરબી
મોરબીમાં જન્માષ્ટમીની હષોંલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા.7/9/2023ના રોજ જન્માષ્ટમી નિમિત્તે લખધીરવાસ ચોક ખાતે રોકડી હનુમાનજી મંદિર પાસે ગ્રીનચોક ટાવર ચોક રોડ ઉપર ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં “નંદ ધેર આનંદ ભયો જય કનૈયાલાલ કી” નો ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું તેમજ મટકી ફોડી નો કાર્યક્રમમાં આનંદ થી ઉજવવામાં આવી હતી. ગ્રીનચોક ખાતે નંદલાલાના જન્મઉત્સવના હષૅભેર વધામણાં કરાયા હતા.
સમગ્ર જગતને ગીતાના માધ્યમથી કમૅનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ નિમિત્તે સાથે ગોકુળ અષ્ટમીના દિવસે મોરબીવાસીઓએ ગ્રીનચોકમાં હરખભેર દેવકીનંદન જન્મોત્સવના હષૅભેર વધામણાં કરાયા હતા તેમજ જન્માષ્ટમી નિમિત્તે ગ્રીનચોકમાં ગોકુળમાં ફેરવી દીધું હતું. રંગબેરંગી ફટાકડા ફોડી આતિશબાજી, ધજા, પટાકા સહિત નો શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે સવૅ હિન્દુ સંગઠનો દ્વારા પાવન પર્વના અવસરે રાત્રીના 12ના કલાકે અજુઁન સેના મિત્ર મંડળ દ્વારા મટકીફોડ અખાડા પ્રદશૅન વિવિધ પ્રકારના દાવ કાયૅક્રમો યોજવામાં આવ્યા. મોરબીના લોક લાડીલા ધારાસભ્ય કાનાભાઇ અમૃતયા આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ હજારોની સંખ્યામાં મહિલાઓ, અજુઁન સેના મિત્રો મંડળના નાના મોટા બાળકોની સાથે ઉમટી પડ્યા હતા. આમ સંસ્કૃતિ કાયક્રમો યોજીને જન્માષ્ટમીનાં પાવન પર્વ ની ઉજવણી કરી.
રિપોટર : પિયુષ વાઢારા, મોરબી