ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત નિયમિત શાળા આરોગ્ય તપાસણી કરવામાં આવતી રહે છે. શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન બે બાળકને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા વધારે જોવા મળતા વધુ તપાસ અને સારવાર માટે ડોક્ટર્સ દ્વારા યુ.એન.મેહતા અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ, તપાસ દરમ્યાન હૃદયમાં કાણું(VSD) જણાયું હતું. ગુજરાત સરકાર તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક પણ રૂપિયાના ખર્ચ વગર બંને બાળકના ઓપરેશન કરવામાં આવતા હાલ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આ સારવાર માટે અંદાજે ખર્ચ ૨ થી ૨.૫ લાખ રૂપિયાનો થાય છે જે ગુજરાત સરકાર તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામુલ્યે સારવાર કરવામાં આવેલ છે.
આ બાળકોને નોર્મલ અને સંપૂર્ણ સ્વસ્થ બનાવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલીત વાંજા, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા, આર.બી.એસ.કે. ટીમના ડો.રાજવી કાનાબાર અને ડો.વિજય ભાડુકીયાના સતત માર્ગદર્શન હેઠળ સફળ કરવામાં આવી હતી.