Read Time:1 Minute, 8 Second
ગુજરાત ભૂમિ, મોરબી
આગામી તારીખ ૦૭-૦૯-૨૦૨૩ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય થી અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીમાં પણ શ્રી અજુઁન સેના મિત્ર મંડળ દ્વારા રાત્રીના ૧૨ ના ટકોરે મટકીફોડ ભવ્ય ઉજવણી કરવામાં અવનાર છે. જેમાં તા. ૦૭-૦૯-૨૦૨૩ શનિવાર ના રાત્રે ૧૨:૦૦ કલાકે મોરબીમાં લખધીરવાસ થી શોભાયાત્રા નીકળીને ગ્રીનચોક ટાવર ચોક ખાતે પહોંચશે. જયાં અંખાડા, લાઠીદાવ, તલવાર બાજીદાવ, અગ્નિનીચક્કર દાવ ના વિવિધ પ્રકારના દાવ તથા મટકી ફોડના રાસ ગરબા કાયૅક્રમો યોજવામાં આવશે. મોરબીના તમામ હિન્દુ સંગઠનો દ્ધવારા તમામ ધમૅપ્રેમી જનતાને શ્રી અજુઁન સેના દ્વારા હાદિંક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોટર : પિયુષ વાઢારા, મોરબી