ગુજરાત ભૂમિ, કાલાવડ
જામનગર જીલ્લા નાં કાલાવડ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ (જામનગર) નાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રીતિબેન શુક્લ દ્વારા મહિલાઓને યોગ નાં ફાયદા તેમજ કાયમી યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત મેહમાન ‘હિન્દ ન્યુઝ’ નાં તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત રાજ્ય બોર્ડ સિનિયર કોચ કાંતિભાઈ વસોયા, ગુજરાત રાજ્ય બોર્ડ કોચ હીનાબેન રખોલિયા અને ઓસ્વાર સિનિયર સીટીઝન કેર કમિટી નાં રાજુભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પધારેલ તમામ મહેમાનોને યોગ ટીમ દ્વારા સાલ અને ‘યોગ સંદર્શિકા’ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા.
યોગ કાર્યક્રમમાં કાલાવડ નાં ૐ ક્લિનિક નાં ડૉ. રાજ મહેતા દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક બીપી અને ડાયાબિટીસ ની તપાસની સેવા આપવામાં આવી. જેમાં કાલાવડનાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાંતિભાઈ વસોયા એ ઉપસ્થિત મહેમાનો નો શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં યોગ શિબિર કાર્યક્રમ યોજાશે એવી સૂચના પણ આપી હતી.