0
0
Read Time:59 Second
ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા (વિધવા) બહેનોને દર મહિને રૂ.૧૨૫૦ ની સહાય ચુકવવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં હાલ ૩૩૩૦૬ ગંગા સ્વરૂપ બહેનો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા ચાલુ માસમાં ગીર સોમનાથ જિલ્લાની ગંગા સ્વરૂપા બહેનોને રૂ ૪,૭૩,૧૮,૭૫૦/- ની સહાય ની ચુકવણી તેમના બેંક/પોસ્ટ ખાતામાં કરવામાં આવેલ છે. નોધનીય છે કે સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફોન નંબર -૦૨૮૭૬ ૨૮૫૧૫૦ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.