ગુજરાત ભૂમિ, સુરત
શ્રી વઘાસીયા પરિવાર સુરત ની યુવા ટીમ ની બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી કરી. શ્રી વઘાસીયા પરિવાર સુરત અનેક સમાજિક કાર્યો કરતો આવેલ છે. દર વર્ષે સ્નેહમિલન સમારોહ ઉપરાંત છેલ્લા ૭ વર્ષ થી બીઝનેસ એક્ઝીબીશન, બીઝનેસ સેમિનારો ઉપરાંત રમત ગમત ટુર્નામેન્ટ ના આયોજનો પણ કરે છે ત્યારે આ વર્ષે યુવા ટીમ દ્વારા દિવ્યાંગો ને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખેલ.
આ અંગે વધુ માહિતી આપતા યુવા પ્રમુખ નીતિન વઘાસીયા ( સાણથલી) એ જણાવેલ કે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો ભાઈ ને રાખડી બાંધતી હોઈ છે એ એક પરંપરા છે પરંતુ સમાજ માં અનેક એવી વ્યક્તિઓ છે જેને સમાજ સ્વીકારતો નથી અથવા અવગણે છે તો એ માટે અમોએ આ વર્ષે દીવ્યાંગો ને રાખડી બાંધી તેમની સાથે થોડો સમય વિતાવી એમને સ્નેહ અને હુંફ આપવાનો નાનકડો પ્રયાસ કરેલ. એ માટે પરિવાર ના મહામંત્રી પરેશભાઈ વઘાસીયા (વંડા) ની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા ના માધર ગામ ખાતે આવેલ શ્રધ્ધા વેલ્ફેર અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માનશીક રીતે દિવ્યાંગ બાળકો ની સાર-સંભાળ રાખવામાં આવે છે તે ટ્રસ્ટ પર જઈને ૪૨ જેટલા બાળકો ને રાખડી બાંધી તેમને સ્ટેશનરી કીટ નું વિતરણ કરેલ અને પરિવાર ના ભાઈઓ અને બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવેલ.
આ કાર્યક્રમ નું આયોજન પરિવાર ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા અને મહામંત્રી નીખીલ વઘાસીયા ( નાના મુંજીયાસર) ના સતત માર્ગ દર્શન હેઠળ અશ્વિન વઘાસીયા (સાણથલી) અને અંકુર વઘાસીયા દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ નું સૌજન્ય યોગેશ વઘાસીયા (સાણથલી) અને હારિત વઘાસીયા ( પ્રેમપરા ) તરફ થી મળેલ.
આ કાર્યક્રમમાં યુવાનોનો ઉત્સાહ વધારવા તેમજ પ્રેરણા પૂરી પાડવા માટે પરિવારના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી કેશુભાઈ વઘાસિયા તેમજ અન્ય ટ્રસ્ટી હરજીભાઈ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.