Read Time:1 Minute, 20 Second
ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં એન.ડી ચૌહાણ હાઇસ્કુલ તાલાલા રોડ વેરાવળ ખાતે પ્રિન્સિપાલ કાલવાતના સંકલનથી નાણાકીય સાક્ષરતા કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ નાણાકીય સાક્ષરતા કેમ્પમાં બેન્કના એલ.ડી.ઓ અલોકસિંહ રીઝર્વ બેન્કને લગતી વિવિધ માહીતી આપી હતી અને એફ એલ સી જગદીશ પરમાર ડીજીટલ નેટ બેન્કીગ, મોબાઈલ બેન્કીગની માહીતી તેમજ લોભામણી અને છેતરામણી જાહેરાતો અને લિંકથી થતા ફ્રોડથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લાના લીડ બેન્કના મેનેજર ભરત વાણીયાએ એજ્યુકેશન લોનની પણ સવિશેષ માહિતી આપી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ડિજિટલ યુગમાં મોબાઈલ બેન્કિંગ તેમજ ફ્રોડથી બચવા માટેની રીતો વિશે જાણકારી મેળવી હતી. જેમાં સ્કૂલના સ્ટાફ સહિતના બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓની પણ ઉપસ્થિતી રહી હતી.