ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ તાલાલા ગીર ખાતે આચાર્યશ્રી ડેનીસ ડી. લાડાણી માર્ગદર્શન હેઠળ સપ્તધારા અને એસ.એસ.આઇ.પી અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરી વિદ્યાર્થીઓ તેમજ નગરજનોમાં ઔધૌગિક સાહસિકતાની સમજ તેમજ તેમના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું
જેમાં SSIP કૉ ઓર્ડીનેટર ડૉ. ધર્મેશ પી વાવૈયાએ પીપીટીના માધ્યમથી આગળના સમયમાં નવી સર્જનાત્મક શક્તિનો પ્રયોગ કરી કેવી રીતે ઇનોવેશન દ્વારા આપણે સ્વરોજગારી અને સાથે ભવિષ્યમાં તમે બીજા માટે કેવી રીતે રોજગાર દાતા બની શકાય તે વિશે વિવિધ ઉદાહરણો રજૂ કરી વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં SSIP કો- ઓર્ડીનેટર ડૉ. ધર્મેશ પી.દ્વારા શાબ્દિક અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તાલાલા-સાસણ રોડ સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરી વિદ્યાર્થીઓ તેમજ નગરજનોમાં ઔધૌગિક સાહસિકતાની સમજ તેમજ તેમના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન SSIP કૉ-ઓર્ડીનેટર ડૉ. ધર્મેશ પી. વાવૈયા અને સપ્તધારા કો- ઓર્ડીનેટર ડૉ યોગેશ વી. પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં.