ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી અવિરત કામગીરીનાં અનુસંધાને મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે તા. ૧૯-૦૮-૨૦૨૩ના રોજ સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવરની મુલાકાત કરી હતી તેમણે અટલ સરોવરને આપતા આખરી ઓપની કામગીરી ઝડપી પુરી કરવા સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.
રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં હાલ કામગીરી પૂર્ણતાના આરે છે જયારે અટલ સરોવરને પણ આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. આ બંને પ્રોજેક્ટ સાંભળી રહેલ એજન્સીઓ સાથેની વાતચીત દરમ્યાન મ્યુનિ. કમિશનર આનંદ પટેલે બંને એજન્સીઓને બકીર રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી.
આજની વિઝિટમાં મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી સિટી એન્જી. એચ. એમ. સોંડાગર હાજર રહ્યા હતા.