ગુજરાત ભૂમિ, ભાવનગર
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા જી.ભાવનગર (ગુજરાત)માં ધોરણ ૬માં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પસંદગી પરીક્ષા ૨૦૨૪ આગામી તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૪નાં રોજ યોજાનાર છે. જે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભાવનગર જીલ્લાની જ કોઈપણ સરકાર માન્ય શાળામાં ધોરણ ૫માં અભ્યાસ કરી રહેલ ભાવનગર જીલ્લાના જ રહેવાસી હોય તથા તા.૦૧/૦૫/૨૦૧૨ થી તા.૩૧/૦૭/૨૦૧૪ સુધી જન્મેલાં વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પરથી વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
અગાઉ રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૧૦/૦૮/૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી જેને તા.૨૫/૦૮/૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં જો લિંગ (MALE/FEMALE), કેટેગરી (GENERAL/OBC/SC/ST), વિસ્તાર, દિવ્યાંગતા, પરીક્ષાનું માધ્યમ જેવી કોઈ માહિતી ભરવામાં ભૂલ થયેલ હોય તો તા.૨૫/૦૮/૨૦૨૩ પછી બે દિવસ માટે COOREECTION WINDOW ખુલી રહેશે તેમ જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલાની યાદીમાં જણાવેલ છે.