ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે હર ઘર તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં પોલીસ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, છાત્રો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ રેલી વેરાવળ ટાવર ચોક ખાતેથી સરકારી બોયઝ સ્કુલ સુધી યોજાઈ હતી. જેમા મહાનુભાવો, પોલીસ, છાત્રો, શહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા અને તેમા મારી માટી, મારો દેશ, હર ઘર તિરંગા, અભિયાનનો સંદેશ આપી લોકોજાગૃતિનો સુંદર પ્રયાસ આ રેલી દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખશ્રી પિયૂષભાઇ ફોફંડી, અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ .યુ મસી, મામલતદાર સર્વ શામળા, આરજુ ગજ્જર, યૂવા વિકાસ અધિકારી મકવાણા, સરકારી બોયઝ હાઇસ્કુલના આચાર્ય વિપુલભાઈ ખાંભલા તથા શિક્ષકો, હાઈસ્કૂલનાં છાત્રો તેમજ કર્મચારીઓ સહિતના જોડાયા હતા.