Read Time:3 Minute, 39 Second
ગુજરાત ભૂમિ, ખંભાત
ખંભાત તાલુકાની વીર શહીદ દુષ્યંતકુમાર વસંતલાલ પાઠક પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા વડગામ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વડપણ હેઠળ તારીખ 09/08/2023 થી 30/08/2023 સુધી સમગ્ર ભારત દેશમાં મારી માટી મારો દેશ અને દેશનું રક્ષાં કરનાર અને દેશ માટે જાન કુરબાન કરનાર વીરોને યાદ કરી ને તેમને શ્રધ્ધાંજલિ આપવા માટે વીરો ને વંદન કાર્યક્રમ યોજવાનું આહ્વાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 11/08/2023 ના રોજ આણંદ જિલ્લામાં અનેક ગામોમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ખંભાત તાલુકાના વડગામ ગામમાં પણ કારગીલ યુદ્ધ માં શહીદી વહોરનાર વીર જવાન દુષ્યંતકુમાર વી.પાઠક ની યાદ માં તેઓશ્રીને શ્રધ્ધાંજલી આપવા માટે નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત બી.એડ. કોલેજ ખંભાત ના તાલીમાર્થી હીના દિનેશભાઈ મકવાણા દ્વારા વડગામ પ્રાથમિક શાળામાં સુંદર અને આકર્ષક રંગોળી અને કળશ શણગારવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ એ પ્રાર્થના રજુ કરી હતી.
પધારેલા મહેમાનઓ, સરપંચ, વીર શહીદ દુષ્યંતકુમાર ના પિતાશ્રી વસંતલાલ પાઠક,દેલિગેટ પ્રકાશભાઈ તથા અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિકુલભાઇ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દનોધન કરવામાં આવ્યું. પધારેલા મહેમાન, મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું. શાળાની ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની ફાલ્ગુની સોલંકી દ્વારા ત્રિરંગા અને વીર શહીદોને યાદ કરી સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું જેમાં બેઠેલા સહુની આંખો ભીંજાઈ ગઈ હતી. ધોરણ 8 ના નિષાદ સોલંકી એ પણ સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સરકારી માધ્યમિક શાળા માં વીર શહીદ દુષ્યંતકુમારની તકતી ને ફૂલોથી શણગારવામાં આવી હતી. સહું મહેમાનો હાઇસ્કૂલ ના શિક્ષકો, પ્રાથમિક શાળાના શિક્ષકો, સહું બાળકો દ્વારા દુષ્યંત કુમારને દિવડા પ્રગટાવી શ્રધ્ધાંજલિ આપવા આવી હતી. વડગામ પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સહું મહેમાનો, શિક્ષકો, બાળકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને કળશ કુંભમાં માટી અર્પણ કરવામાં આવી હતી. મહેમાનો અને શિક્ષકો દ્વારા 75 રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સરપંચ અનિરૂદ્ધસિંહ રાહોલ દ્વારા દરેક બાળકોને બિસ્કીટ પેકેટ આપવામાં આવ્યા હતા.

