ગુજરાત ભૂમિ, ખંભાત
બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ આજ રોજ તા.23/07/2023 ને રવિવાર રજાનો દિવસ હોવાથી સ્વામિનારાયણ મંદિર ખંભાત ખાતે બાળ મંડળ, બાલિકા મંડળ તેમજ શિશુ મંડળ માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા યોજવામાં આવી.આજુબાજુ ના ગામોમાંથી તેમજ ખંભાત શહેર ના મળી અંદાજિત 400 જેટલા બાળ,બાલિકાઓ એ આ પરીક્ષા આપી હતી.

પરીક્ષા શરૂ થાય તે પહેલાં બાળ મંડળ ના કનવિનર સર્વજીવનદાસ સ્વામીશ્રી અને સાળંગપુર મંદિર થી પધારેલા શ્રી કૃષ્ણવત્સલ સ્વામીશ્રી એ દીપ પ્રાગટય કરી સર્વે પરીક્ષાર્થી બાળ, બાલિકાઓ ને સારી રીતે પરીક્ષા આપી શકાય તેવા આશીર્વચન પાઠવ્યા હતા. સમય થતાં જ પરીક્ષા શરૂ થઈ હતી.આ દરમિયાન સંસ્થાના બાળ અને બાલિકા સંચાલકો ખડે પગે રહીને બાળકોને પેપર આપવાથી માંડીને પાણી પાવા સુધીની સેવા બજાવી હતી. સહું બાળકોએ સારી રીતે પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવા આવેલ તમામ બાળકોને ક્રીમ કોનનો નાસ્તો આપવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપી અને સંતો અને ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ નો રાજીપો મેળવ્યો હતો.

રિપોર્ટર : દિનેશ મકવાણા, ખંભાત, આણંદ
