ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લાની વડગામ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં ભણતી દીકરીઓ માટે વાનગી સ્પર્ધા યોજવામાં આવી. જેમાં અગાઉ આપેલી સૂચના મુજબ ભાગ લેનાર તમામ બાળાઓ પોતાની જાતે જ પોતાને આવડતી અને પસંદ એવી વાનગીઓ બનાવી લાવી હતી. જેમાં બરફી, મેસુબ, હાંડવો, મીની પિત્ઝા, સમોસા, આલુ પરોઠા, ખોખાપાક, સુખડી, બટાકા વડા, વેડમી, માલપૂડા, આખી ડુંગળી નું શાક, મિક્ષ સબ્જી જેવી વાનગીઓ શ્રેષ્ઠ હતી.ભાગ લેનાર તમામ બાળાઓ ની વાનગીઓ શાળાના આચાર્ય, CRC, ક્રિષ્ના કેટરર્શ ના મુખ્ય રશોયા મુકેશ ચૌહાણ તેમજ શાળાના સમગ્ર સ્ટાફે ટેસ્ટ કરી હતી. સહુ બાળાઓ તેઓએ કેવી રીતે વાનગી બનાવી તે રજુઆત કરેલ. સહુ સ્ટાફ મિત્રોએ, બહેનોએ બાળાઓના વખાણ કર્યા હતા અને તમામ બાળાઓ ને પ્રોત્સાહન આપ્યું હતું. શાળાના આચાર્ય નિકુલ પટેલે ભાગ લેનાર તમામ બાળાઓ ને વિજેતા જાહેર કરી હતી. ભાગ લેનાર તમામ બાળાઓ નો પહેલો જ નંબર છે તેવી જાહેરાત કરતા તમામ બાળાઓ ખુશ ખુશાલ થઈ હતી. સાથે સાથે આ વાનગી બનાવતા શિખવાડનાર ગુરુ એવા મમ્મીઓ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : દિનેશ મકવાણા, આનંદ