“મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કાંરવા બનતા ગયા”
ગુજરાત ભૂમિ, ભાવનગર
“મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કાંરવા બનતા ગયા” આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બરાબર યોગ્ય સાબિત થાય છે. જેઓ ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના સાથે એકલા ચાલીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને લોકો જોડાતા ગયા તેઓએ આઝાદીનું પુષ્પ ખીલવ્યું હતું. ભાવનગર જિલ્લાના આવા જ સ્વાતંત્ર્ય વીરોનું સન્માન કરવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સેવાસદન ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો હતો.
દિવ મુક્તિ સંગ્રામ આંદોલનમાં ભાગ લેનાર અનસંગ હીરો શ્રી બળવંતલાલ મણીલાલ પુરોહિત નું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા અલગ અલગ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનાર સ્વ. શાંતિલાલ રામશંકર જોશી, સ્વ. શિવશંકરભાઈ પ્રભાશંકર રાજ્યગુરુ, સ્વ. ગુણવંતભાઈ ત્રંબકભાઈ વડોદરિયા, સ્વ. જયંતીલાલ દિવ્યેશ્વરભાઈ ભટ્ટ, સ્વ. રામજીભાઇ રત્નાભાઈ સોલંકી, સ્વ. કિરીટકુમાર ઠાકરશીભાઈ મહેતા, સ્વ. પરમાણંદદાસ કાનજીભાઇ અંધારીયા અને સ્વ. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એમ કુલ ૯ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, સ્વાતંત સેનાનીઓએ કરેલા સંઘર્ષ તેમજ બહાદુરીને બિરદાવવા ઋણ સ્વીકાર કરીને તેમની બહાદુરીને આજે યાદ કરી આપણે સૌ બીરદાવીએ છીએ. તેઓની નિષ્ઠા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. જે સ્વતંત્ર સેનનીઓનો ઇતિહાસ વાંચતાં એમના સ્વજનોને સન્માન કરવાની બહુમૂલ્ય તક સાંપડી છે ત્યારે તમામ સ્વાતંત્ર્યવીરો આપણા જિલ્લાનું ગૌરવ છે. આ તકે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.સી.મેસવાણીયા સહિત પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્વાતંત્ર્યવીરોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.