Financial Inclusivity – દરેક વ્યક્તિ સુધી નાણાકીય સુવિધા
ગુજરાત ભૂમિ, ભાવનગર
સરકારી શાળામાં અભ્યાસની પ્રવૃતિ કરાવવામાં આવે છે પરંતુ બાળકો અભ્યાસની સાથે બચતનું પણ મહત્વ સમજે એ હેતુથી પાલિતાણાની સરકારી શાળામાં બાળકોને નાની બચત બેંક આપીને બચત કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેના દ્વારા બાળકોનાં જીવનમાં જીવન કૌશલ્ય સાથે વિવિધ વિષયોની માહિતી દ્વારા સર્વાંગીણ વિકાસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે પાલીતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકો માટે નાની બચત બેંક ધોરણ ચારનાં વર્ગ શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી આ બચત ભવિષ્યમાં બાળકો પોતાનાં માતા-પિતાને આર્થિક રીતે ઉપયોગી થશે આમ જીવનમાં કરકસર સાથે બચતનું મહત્વ સમજાવવા માટે આ શિક્ષકનો પ્રયાસ અનોખો પ્રયાસ રહ્યો છે. અભ્યાસક્રમ અનુરૂપ સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળકોનું પાયાનું ઘડતર થાય છે. આ પાયાના ઘડતરમાં મારી બચત મારા માટે અને મારા પરિવાર માટે એમ બાળકોને સમજાવવામાં આવ્યું હતું