Read Time:1 Minute, 19 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
જુલાઇ-૨૦૨૩ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૭/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલ છે. જેમાં જિલ્લા કલેકટર- ગારીયાધાર, જિલ્લા વિકાસ અધિકારી – જેસર તથા પોલીસ અધિક્ષક – વલ્લભીપુરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમ મંત્રીને રજુ કરવા કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.