ગુજરાત ભૂમિ, આણંદ
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વના સુશાસન કાર્યકાળના ૯ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષ મયંકભાઈ નાયક બક્ષીપંચ મોરચા દ્વારા દરેક લોકસભા બેઠક પર બક્ષીપંચ મોરચા જન સંપર્ક અભિયાન રથ શરૂ કરવામા આવેલ છે, જેમા દરેક ગલીએ ગલીએ અને ગામડે ગામડે ફરી ને સરકારની યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરવામાં આવે છે, અને લોકો ને મોદી સરકારના વિકાસના કામોની વાતો કરવામા આવે છે.
આજરોજ જન સંપર્ક અભિયાન રથ ઓડ શહેરમાં આવેલ અને ઓડ શહેર ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ જન સંપર્ક અભિયાન રથ માં આણંદ જિલ્લા લોકસભાના પ્રચારક પધારેલ ભદ્રેશભાઈ રાણા,આણંદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દીનેશભાઈ પઢિયારનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા ઉપસ્થિત ઓડ શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ ખાલોટીયા,ઓડ શહેર સંગઠન પ્રમુખ ભરત ભાઈ પટેલ,યુવા મોરચા પ્રમુખ અશોક ઠાકોર, કિશાન મોરચા મહામંત્રી અજિતસિંહ રાઉલજી, બક્ષી પંચ મોરચા મંત્રી તેજસ રાવલ, ગોકળભાઈ તળપદા, કમલેશભાઈ તળપદા, મયુરભાઈ ડોડીયા,મંગળભાઈ વસાવા, BLO વોર્ડ નં૧ પ્રકાશ ભાઈ ધોબી અને કાર્યકર્તા મિત્રો રથના સ્વાગત માં રહયા હતાં, જન સંપર્ક અભિયાન રથને ઓડ શહેરમા ફેરવવામા આવ્યો હતો અને લાભાર્થી સાથે મુલાકાત કરવામાં આવી હતી.