ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ નવી દિલ્હી અંતર્ગત જિલ્લા યુવા અધિકારીઓની કચેરી,નેહરુ યુવા કેન્દ્ર,જુનાગઢ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે તા.૨૮-૦૬- ૨૦૨૩ના રોજ ૧૪ થી ૨૯ વર્ષના ભાઈઓ/બહેનો માટે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્ય લેખન, ચિત્ર સ્પર્ધા તથા પ્રાચીન રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાના નિયમો તથા વધુ વિગત માટે મોબાઈલ નંબર ૭૦૪૩૭૧૫૧૯૦ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સંપર્ક કરવો.
આ તમામ સ્પર્ધાઓમાં રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર દ્વારા વિજેતાઓનું બહુમાન કરવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ તા.૨૬-૦૬-૨૦૨૩ સુધીમાં સાંજે ૪ વાગ્યાની સમયમર્યાદામાં સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે આધારકાર્ડની નકલ તથા પાસપોર્ટ ફોટો સાથે રૂબરૂ આવીને ફૉર્મ ભરવાનું રહેશે.