ગુજરાત ભૂમિ, આણંદ
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ તેમજ ભારતીય રેડક્રોસ સોસાયટી, આણંદ ના સંયુક્ત સાહસ દ્વારા રકતદાન મહાદાન ‘ શીર્ષક હેઠળ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.જેનું ઉદઘાટન ચેરમેન હેમંતભાઈ પટેલ દ્વારા કરાયું. આ કાર્યક્રમ માં કર્નલ શ્રીકાંત નટરાજન, કમાંડિંગ અધિકારી ગર્લ્સ બટાલિયન, આણંદ મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા હતા અને કેડેટ ને પ્રાસંગિક ઉદ્બોધન કરી જાહેર જનતાને અપીલ કરી સમાજ સેવા તથા દેશ સેવા નો લહાવો લઈ રકતદાન કરવા પ્રોત્સાહિત કર્યા જેમાં ગર્લ્સ યુનિટ નાં રકતદાતાઓએ ભાગ લઈ પોતાની જાત ને સમાજોપયોગી કાર્ય કરી રહ્યા નો સંતોષ અને ખુશી અનુભવી રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં રેડ ક્રોસ સોસાયટી નો સ્ટાફ તેમજ ડૉ. દેવેન્દ્ર સચદેવા,ચેરમેન હેમંત ભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ અને ભારતીય રેડ ક્રોસ સોસાયટી ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી, આણંદ નાં કમાન અધિકારી કર્નલ શ્રીકાંત નટરાજન,એડમ ઓફિસર મેજર કવિતા રામદેવપુત્રા, જી.સી.આઇ., પી.આઇ.સ્ટાફ તથા સિવિલ સ્ટાફ અને કેડેટ્સએ સહભાગી બની અથાક મહેનત કરી સફળ કરાવ્યો હતો.
રિપોર્ટર : ભાવેશ સોની, આણંદ