ગુજરાત ભૂમિ, થરાદ
થરાદ તાલુકાના કાસવી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અને બાલવાટિકા પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં મામલતદાર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો. સૌપ્રથમ મહેમાનોનુ બાળાઓ દ્રારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાદ બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ એક મા નવીન પ્રવેશ આપવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષક વિશે માહિતી આપવામાં આવી હતી સાથે વૃક્ષારોપણ નો કાર્યક્ર્મ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મામલતદાર, સી.આર.સી, સરપંચ લખમણભાઇ પટેલ, ડે.સરપંચ જેઠાભાઈ મણવાર, શાળાના આચાર્ય ગોવિંદભાઈ ડાભી, કાસવી ગોળિનાયા આચાર્ય વીરાભાઇ પટેલ, શિક્ષક હકમાભાઈ ચમાર, ડેરી મંત્રી જે.ડી.પટેલ અને આરોગ્ય કર્મચારી, આંગણવાડી બહેનો અને વ્યવસ્થાપક, દૈયપના સુથાર ગમનાભાઈ ના તરફથી તિથિ ભોજન કરવામાં આવ્યો.
રિપોર્ટર : ખેતગીરી ગૌસ્વામી, થરાદ