ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
“World Ocean Day” વિશ્વ મહાસાગર દિવસ ૦૮ જુન ૨૦૨૩ના રોજ Youtube Live પર માર્ગદર્શન અને ઉજવણી કરવામાં આવી. કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 08-06-2023 સોમવારના રોજ બપોરે 05 વાગ્યે યુ ટ્યુબ પર સેમિનાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત વિષયો જેમાં વિશ્વ મહાસાગર દિવસ મહત્વ, દરિયાઈ સલામતી, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મતરસ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.
યુ ટ્યુબ લાઈવ ઉપર વિશ્વ મહાસાગર દિવસ અંતર્ગત વિવિધ વિષયો ઉપર વિષય નિષ્ણાતો દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવેલ. જેમાં ગુજરાતભરના માછીમાર મિત્રો અને સાગરખેડુ મિત્રોએ આ જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળેલ.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રોફેસર કોલેજ ઓફ ફિશરીઝ ડો. કેતન ટાંક દ્વારા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ વિષે સુંદર ઉદ્બોધન આપેલ તથા ટકાઉ/સુવ્યવસ્થિત માછીમારી માટેની વ્યવસ્થા વિષે અને માછીમારી દરમ્યાન સમુદ્રની સારસંભાળ વિષય સાથે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી વિશાલ ગોહેલે પણ દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર તથા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ અને શ્રી અમિત મસાણી, થિમેટિક એક્સપર્ટ ફિશરીઝ, રિલાયન્સ ફાઉન્ડેશન આધારિત ટેકનૉલોજી દ્વારામાછીમારી સેવાઓ વિષે જણાવવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ગજેરા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.