ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતા હસ્તક પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે આઈ-ખેડુત પોર્ટલ તા: ૧૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
જે ખેડૂતો પાણીના ટાંકા બનાવવા સહાય યોજના અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી વિગતો જેવી કે, ૮-અ, બેન્ક ખાતાની અધ્યતન વિગત (IFSC CODE સાથે), આધાર કાર્ડની વિગત, રાશન કાર્ડની વિગતો સાથે પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
તદુપરાંત ખેતીવાંડીની અન્ય સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ તબ્બકાવાર ખોલવામાં આવશે. જેની નોંધ લેવા ખેડૂતમિત્રોને વિનંતી છે.તેમ ગીર સોમનાથ ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ફોન ખરીદી માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ