ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ નાં રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ, (૨) તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ, મોરબી રોડ જકાતનાકા પાસે, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ ખાતે અંદાજે ૨૫ રહેવાસીઓ (૨) તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ, મોરબી રોડ જકાતનાકા પાસે ખાતે અંદાજે ૫૦ થી ૬૦ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ ખાતે સ્ટેશન ઓફિસર શ્રી એફ આઇ લુવાની, ફાયરમેન ધ્રુવ ત્રિવેદી, અભયસિંહ આડા, મયુરભાઇ ડ્રાઇવર રાજેશભાઇ વાગડીયા (૨) તા.૧૪/૦૫૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ, મોરબી રોડ જકાતનાકા પાસે સ્ટેશન ઓફીસર ડી.ડી.ચાંચીયા, ફાયરમેન વિપુલ સોલંકી, ડ્રાઇવર માનવભાઇ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે માર્ગદર્શન અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.
આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.